આવી અન્ય ઘટનાઓમાં પણ પોલીસ કડક વલણ અપનાવે તો મોરબીમાં લુખ્ખા ભો ભીતર થાય મોરબી : મોરબીમાં સામાન્ય બાબતોમાં હાથા પાઇ ઉપર ઉતરી પડવાની અનેક ઘટનાઓ વચ્ચે સીટી બી ડિવિઝન પોલીસે ગઈકાલે દાખલારૂપ કામગીરી કરી વીસી ફાટકે છુટ્ટા હાથની મારામારી કરતા બે શખ્સને પકડી પાડી જાહેરમાં બખેડો કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વીસી ફાટક નજીક ગઈકાલે આરોપી જગો ઉર્ફે જગદીશ ગોરધનભાઇ ડાભી અને અર્જુનભાઇ સુરેશભાઈ ઓગણિયા નામના શખ્સો જાહેરમાં બખેડો કરી આમ જનતાને ખેલલ પહોંચાડતા હોય બન્ને શખ્સને સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી લઈ પોલીસ જાતે ફરિયાદી બની કાયદાનું ભાન કરાવ્યું હતી. આ સંજોગોમાં મોરબીની અન્ય આવી ઘટનાઓમાં પણ પોલીસ બી ડિવિઝન પોલીસની જેમ દાખલા રૂપ કડક કાર્યવાહી કરે તો ખરાઅર્થમાં મોરબીમાં લુખ્ખાઓ ભોભીતર થઈ જાય તેમ હોવાનું મનાય રહ્યું છે.