મોરબી : મોરબી તાલુકાના વાઘપર ગામમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂની બોટલો ઝડપાઇ છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બનાવમાં પોલીસે એક આરોપી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. ગઈકાલે તા. 2ના રોજ વાઘપર (પીલુડી) ખાતે આવેલ બળવંતસિંહ પ્રુથ્થુભા ઝાલાના રહેણાક મકાનના બાથરૂમમા ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ પાણી પીવાની પ્લાસ્ટીકની બોટલ નંગ 17 તથા બિયર નંગ 12, એમ મળી કુલ કિમત રૂપિયા 2,650 નો મુદ્દામાલ ગેરકાયદે પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે રાખેલો મળી આવ્યો હતો. પોલીસે બળવંતસિંહ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.