વાંકાનેરના વાંકીયા ગામની સીમમાં બનેલી ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી વાંકાનેર : વાંકાનેરના વાંકીયા ગામની સીમમાં આવેલી વાડીએ બાથરૂમ ધોવાનુ એસીડ પી લેનાર યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના વાંકીયા ગામે રહેતા કેતનભાઇ વનજીભાઇ એરણીયા (ઉ.વ.૩૫) નામના યુવાને ગત તા.૪ ના રોજ સવારના આશરે નવેક વાગ્યેના આસપાસ પોતાની વાડીએ ગયેલા હતા ત્યારે કોઇપણ કારણોસર બાથરૂમ ધોવાનુ એસીડ પી લેતા તેની પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન તા.૫ ના રોજ મોત નીપજ્યું હતું. આ બનાવના રાજકોટ તરફથી કાગળિયા આવતા વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..