મોરબી : મોરબી શનાળા રોડ જીઆઇડીસી પાછળ આવેલ બુટાની વાડી વિસ્તારમાં આજરોજ અયોધ્યા ખાતે યોજાયેલ ભગવાન શ્રી રામના નિજ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજના અવસરને આંનદ ઉત્સવ નામકરણ સાથે બાળકો રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની વેશભૂષામાં સજ્જ બની શોભાયાત્રામા જોડાયા હતા તો અબાલ વૃદ્ધ સૌ કોઈએ સાથે મળી અયોધ્યામય બની આજે અનેરી ઉજવણી કરી હતી.