અરજદારે મામલતદાર અને ટીડીઓને લેખિત રજૂઆત કરીમાળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકાના વાધરવા ગામે ગૌચરની જમીનમાં બિન અધિકૃત ખોદકામ ચાલી રહ્યું હોય આ કામગીરી અંગે પગલાં લેવા પૂર્વ સરપંચ નરેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજાએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે.નરેન્દ્રસિંહ જાડેજાએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, વાઘરવા ગામે ધણચેર વિસ્તારમાં ગૌચરની જમીન આવેલી છે. આ જમીનમાં ખાનગી કંપની દ્વારા ખોદકામ ચાલી રહ્યું છે અને ગેરકાયદેસર રીતે આ બિન અધિકૃત પ્રક્રિયા ચાલુ હોય આ અંગે સત્વરે યોગ્ય પગલાં લેવામાં આવે તથા ગૌચરની જમીનમાં આ કામગીરી સત્વરે અટકાવામાં આવે.