મોરબી : મોરબીમાં મહાવીર સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં વરુણદેવને રીઝવવા કાલે રવિવારે વૃષ્ટિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કરાયો છે. હાલ વરસાદ ખેંચાતા ખેડૂતોની વાવણી નિષ્ફળ જવાને આરે છે. ત્યારે મોરબીમાં વરુણદેવને રીઝવવા માટે કંચનબેન બુદ્ધદેવ (આર્ય) તરફથી આવતીકાલે તા. 21ને રવિવારે મહાવીર સોસાયટીના સાર્વજનિક પ્લોટમા, નવા બસ સ્ટેન્ડ સામે બપોરે 3 થી સાંજે 6 દરમિયાન વૃષ્ટિ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આચાર્ય પદે રાદેવજી તથા બ્રહ્મચારીઓ અને પ્રવક્તા પદે મહેશભાઈ ભોરણીયા રહેશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne