મોરબી : મોરબીની સરસ્વતી શિશુ મંદિરમાં ધોરણ-3માં અભ્યાસ કરતી વૃંદા પ્રિયેશભાઈ નારણીયાએ પોતાના દાદાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. જેમાં વૃંદાએ તેના ભાઈ ધ્યોમ, તેની બહેન દેવાંશી અને માહી સાથે મળી તેના દાદાજી ઠાકરશીભાઈ નાગજીભાઈ નારણીયાના 63માં જન્મદિવસ નિમિત્તે 63 દિપક પ્રગટાવ્યા હતા. આ રીતે ભારતીય સંસ્કૃતિ મુજબ દાદાજીનો જન્મદિવસ ઉજવ્યો હતો. બાળકોને આ પ્રકારના હિન્દુત્ત્વના સંસ્કાર આટલી નાની ઉંમરમાં તેની શાળા સરસ્વતી શિશુ મંદિરમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારે પરિવારજનો દ્વારા પણ બાળકો દ્વારા કરવામાં આવેલી અનોખી ઉજવણી જોઈને આનંદીત થયાં હતા.