પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચાર-ચાર ઉમેદવારો : મતદાન હોવાથી વકીલો કોર્ટમાં હાજરી આપી શકે તેમ ન હોવાથી કેસોમાં યથાવત સ્થિતિ જાળવી રાખવા ઠરાવમોરબી : મોરબીમાં આવતીકાલે શુક્રવારે બાર એસોસિએશનની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાનાર છે. સવારે 10થી 2 દરમિયાન 552 વકીલો મતદાન કરશે. ત્યારબાદ સાંજે મતગણતરી હાથ ધરવામાં આવશે. હાલ આ ચૂંટણીને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. પ્રમુખ પદ માટે 4 ઉમેદવારો નોંધાયા છે. જેમાં જીતેન્દ્રસિંહ જાડેજા, ચેતનભાઈ સોરીયા, પ્રાણલાલભાઈ માનસેતા, દેવજીભાઈ પરમારનો સમાવેશ થાય છે. જ્યારે ઉપપ્રમુખ પદ માટે પણ 4 ઉમેદવારો છે. જેમાં જીતેનભાઈ અગેચાણીયા, દેવજીભાઈ પરમાર, રજાકમિયા બુખારી, મનીષભાઈ જોશીનો સમાવેશ થાય છે.સેક્રેટરી પદ માટે ભાવેશભાઈ ભટ્ટ, અશોકકુમાર ખુમાણ, જોઈન્ટ સેક્રેટરી પદ માટે ચિરાગભાઈ કણઝારીયા, દેવજીભાઈ પરમાર, ધવલભાઈ શેરસિયા, કારોબારી પદ માટે રાહુલભાઈ ગોલતર, પ્રદીપભાઈ કટીયા, કરમશીભાઈ પરમાર, મોનિકાબેન સંઘાણી અને કુલદીપ ઝંઝવાડીયાએ ઉમેદવારી નોંધાવેલી છે.બાર એસોસિએશને ઠરાવ કર્યો છે કે મોટા ભાગના વકીલો મતદાન કાર્યમા રોકાયેલા હોય તથા અમુક વકીલોએ ઉમેદવારી કરેલ હોય તે સંજોગોમા આવતીકાલે મોરબીની તમામ કોર્ટમાં કોર્ટ કાર્યવાહીમા બારના સભ્યો હાજર રહી શકે તેમ ન હોય જેથી તમામ જજ સાહેબોને વિનંતી કરવામા આવી છે જે તે કેસના જે સ્ટેર્ હોય તે યથાવત જાળવી રાખવામાં આવે.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news