અગ્રણી ઉદ્યોગપતિના પુત્ર-પુત્રવધુ લગ્નગ્રંથિથી જોડાયાબાદ તરત મત આપવા પહોંચ્યા મોરબી : મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ ગણેશાભાઈ ડાભીના પુત્ર નિખિલએ દેવાંગી કંઝારિયા સાથે ગઈકાલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ગઈકાલે મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી. આથી, નવદંપતી બંને લગ્નગ્રંથીથી જોડાયા બાદ લગ્ન પ્રસંગના સ્થળેથી સીધુ મતદાન કરવા ગયા હતા. આમ, લગ્ન બાદ મત આપી લગ્નજીવનનો આરંભ કર્યો હતો અને લોકશાહી પર્વને ઉજવ્યું હતું આ ટકે નવવધૂએ મતદાનને કન્યાદાન સમાન ગણાવ્યું હતું.