મોરબી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર સાંજે 6 વાગ્યા સુધીમાં 58.99 % અને માળિયા (મિયાણા)ની સરવડ બેઠક પર 63.98 % મતદાન નોંધાયું છે. પેટા ચૂંટણીની બંને બેઠકો પર મતદારોએ સારો એવો ઉત્સાહ દર્શાવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.