ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 19 ઉમેદવારો મેદાનમાં : 110 મંડળીઓના 1507 ખેડૂતો કરી રહ્યા છે મતાધિકારનો ઉપયોગમોરબી અપડેટ : આજે મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં મોરબી, માળિયા અને ટંકારા તાલુકાની કુલ 110 મંડળીઓના 1507 જેટલા મતદારો નોંધાયેલા છે. આજે વહેલી સવારથી જ મતદાનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને મતદાન કરવા માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ખેડૂત પરિવર્તન પેનલ અને સહકાર પેનલ વચ્ચે સીધી ટક્કરઆ ચૂંટણીમાં ખેડૂત વિભાગની કુલ 10 બેઠકો માટે 19 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાં ખેડૂત પરિવર્તન પાર્ટીના 9 ઉમેદવારો અને સહકાર પેનલના 10 ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો છે. બંને પેનલો દ્વારા છેલ્લી ઘડી સુધી જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યુ હતું અને તમામ મંડળીઓમાં સઘન પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.રાજકીય અને સહકારી આગેવાનોની ઉપસ્થિતિમતદાન મથક ખાતે બંને પક્ષના દિગ્ગજ નેતાઓએ ધામા નાખ્યા છે. કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલના સમર્થનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નયન અઘારા, પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા અને મનોજ પનારા સહિતના આગેવાનો હાજર રહ્યા છે. બીજી તરફ ભાજપ પ્રેરિત સહકાર પેનલના સમર્થનમાં સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા તેમજ પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા અને મનહરભાઈ બાવરવા પણ સવારથી જ મતદાન મથકે પહોંચી ગયા છે.ખેડૂતો માટે 3 અને વેપારીઓ માટે 1 મતદાન બૂથચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં ખેડૂત વિભાગ માટે 3 બૂથ બનાવવામાં આવ્યા છે, જેમાં 1507 જેટલા મતદારો મતદાન કરશે. જ્યારે વેપારી વિભાગ માટે 1 બૂથ બનાવવામાં આવ્યું છે, જેમાં 51 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદારોમાં ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સાંજે 5 સુધીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે.#MorbiUpdate #MorbiMarketingYard #MorbiNews #MorbiElection #GujaratNews #MarketingYardElection #Farmers #SahakarPanel #KhedutParivartan