6500 સભાસદો કરશે મતાધિકારનો ઉપયોગ : બે પેનલના 6-6 ઉમેદવારો મેદાનેમોરબી: મોરબી નાગરિક બેંકની પ્રતિષ્ઠિત ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં બે પેનલ વચ્ચે સીધો જંગ જામ્યો છે. દર પાંચ વર્ષે યોજાતી આ ચૂંટણીમાં આ વખતે પણ ભારે રસાકસી જોવા મળી રહી છે. આ ચૂંટણીમાં કુલ 6,500 જેટલા સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. છેલ્લે 2021માં ચૂંટણી યોજાઈ હતી.માહોલ: ચૂંટણીમાં સિંહ અને ફૂલની બન્ને પેનલના 6-6 ઉમેદવારોએ જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. મતદાન મથક પરનો માહોલ જોઈને એવું લાગે છે કે જાણે વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હોય. વ્યવસ્થા: બંને પેનલ દ્વારા મતદારો માટે બૂથ ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સભાસદો માટે નાસ્તા અને જમણવાર સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે, જેના કારણે સતત ચહલ-પહલ જોવા મળી રહી છે.સમય: મતદાન પ્રક્રિયા આજે સાંજે 5:00 વાગ્યા સુધી ચાલશે અને ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવશે.