પ્રમુખ પદ માટે 4 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગhttps://youtu.be/BAGDiWH8uZwમોરબી : આજ રોજ મોરબી બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. બાર એસોસિએશનની ચૂંટણીને લઈને નોંધાયેલા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ વકીલો મતદાન કરવા પહોંચી રહ્યા છે. મોરબી બાર એસોસિએશનની ચૂંટણીમાં કુલ 552 મતદારો નોંધાયેલા છે.મોરબી બાર એસોસિએશનની ચૂંટણીમા પ્રમુખ પદ માટે 4 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. ઉપપ્રમુખ માટે પણ 4 ઉમેદવારો છે અને જોઈન્ટ સેક્રેટરી માટે 3 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે સેક્રેટરી માટે 2 ઉમેદવાર અને કારોબારી સભ્ય માટે 5 ઉમેદવારો મેદાને છે. મતદાન માટે આજે સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી પ્રક્રિયા ચાલુ રહેશે અને ત્યારબાદ મતગણતરી હાથ ધરવામાં આવશે. મોરબી વકીલ મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે, મોરબી બાર એસોસિએશનની ચૂંટણી 80 વર્ષ કરતાં વધુ સમયથી યોજાઈ રહી છે. આજે સૌને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. આજે ચૂંટણી હોય તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news