વહેલી સવારથી જ મતદાન મથકો પર ‘વોટર્સ’નો ભારે ધસારો; લોકશાહીના સશક્તિકરણ માટે મતદારો ઉમટ્યાયુવાનો, મહિલાઓ અને વયોવૃદ્ધોમાં ઉમળકો; મોરબી મહાનગરપાલિકા સહિત પંચાયતોની ચૂંટણીમાં ઉત્સાહપૂર્ણ મતદાનમોરબી : ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, આજે તા. 26-4-2026ના રોજ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. મોરબી મહાનગરપાલિકા, વાંકાનેર, ટંકારા અને માળિયા(મ) નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતો માટે યોજાયેલા આ મતદાનમાં વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારોના મતદાન મથકો પર સવારના સાત વાગ્યાથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. મહિલા મતદારો અને યુવા મતદારોમાં લોકશાહીના આ પર્વને લઈને અનેરો ઉમંગ જોવા મળ્યો હતો. અનેક મતદાન મથકો પર શિસ્તબદ્ધ કતારોમાં ઉભેલા નાગરિકોએ પોતાની પવિત્ર ફરજ અદા કરવા કતારોમાં ઊભા રહીને પણ મતદાન પ્રત્યેની પોતાની નિષ્ઠા પ્રદર્શિત કરી હતી.વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સુચારુ વ્યવસ્થાઓને કારણે મતદારોને કતારમાં ઉભા રહેવા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે છાંયડા અને પીવાના પાણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના સતત મોનિટરિંગ હેઠળ સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલુ છે.#morbi #voting #voters #localbodyelection #election