જમાદાર અને ફાયર બ્રિગેડના જવાને વાછરડાને ત્યાંથી લઈ જઈ ગૌ શાળામાં સલામત રીતે મૂકી આવ્યા મોરબી : મોરબીમાં શ્વાનના ટોળા વચ્ચે ફસાયેલ નાના વાછરડાને જમાદાર અને ફાયર બ્રિગેડના જવાને બચાવ્યુ હતું. બાદમાં સહી સલામત ગૌ શાળા ખાતે પહોંચાડી તેઓ ન માત્ર લોકોની સુરક્ષા માટે પણ જીવ માત્રની સુરક્ષા માટે હોવાનો સંદેશ પ્રસરાવ્યો હતો. મોરબીમાં શ્વાનોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે આજે જયદીપ ચોક નજીક શ્વાનોનું ટોળું એક ગૌમાતાના નાના વાછરડાને હેરાન કરતું હતું. આ શ્વાનો વાછરડાને નુકસાન પહોંચાડે તે પહેલાં જ ત્યાંથી પસાર થઈ રહેલા જમાદાર વનરાજસિંહ રાણા અને લિડિંગ ફાયરમેન જયેશભાઈ ડાકીએ તેને બચાવ્યું હતું. આ બન્ને જવાનોએ વાછરડાને ટેમ્પોમા બેસાડી એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાસે આવેલ ગૌશાળામાં સહી સલામત છોડ્યું હતું.