ટંકારા : જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના ચોરવાડ નજીક મેઘલ નદીમાં ડૂબી જવાથી ટંકારાના સેવાભાવી યુવાનનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે ટંકારામાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના રહેવાસી બીપીનભાઈ રસીકભાઈ મહેમદાવાદિયા (મિસ્ત્રી) (ઉંમર 40 વર્ષ) જેઓ અબોલ જીવ પ્રેમી અને સેવાના ભેખધારી હતા. તા. 26ને મંગળવારે તેઓનું ચોરવાડ નજીક મેઘલ નદીમાં ડૂબી જવાથી મોત થયું છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા, પરંતુ યુવક પાણીમાં ગરકાવ થઈ જતાં તેમનું મોત નીપજ્યું હતું. આજે ટંકારા ખાતે એમની અંતિમ યાત્રા યોજાઈ હતી. તે રસીકભાઈ નાગજીભાઈના પુત્ર હતા, તેમજ વેલકમ વેલ્ડિંગ વાળા વિજયભાઈ, શિલ્પાબેન અશ્વિનકુમાર કૈલા, હેતલબેન ભરતકુમાર ભારદિયા અને બીનાબેન વિશાલકુમાર પેશાવાડિયાના નાના ભાઈ હતા. સદગતનું બેસણું 29 ઓગસ્ટ, 2025ના રોજ, શુક્રવારે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન દયાનંદ સરસ્વતી ગુરુકુલ, મહાલય ખાતે રાખવામાં આવ્યું છે. આ દુઃખદ ઘટનાએ પરિવાર અને સમાજમાં શોકની લાગણી ફેલાવી છે.