મોરબી : રાજ્યના જેલ અબે સુધારાત્મક વહીવટના એડીશનલ ડીજી ડો. કે. એલ એન રાવ મોરબી જેલની મુલાકાતે આવ્યા હતા. તેઓની નવી નિમણૂક થઈ હોવાથી તેઓ દરેક જેલની વિઝીટ લઈ રહ્યા હોવાથી તે અંતર્ગત તેઓએ મોરબી જેલની પણ વિઝીટ લીધી હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ આ મુલાકત વેળાએ જેલનું નિરીક્ષણ કરી ડીવાયએસપી ચૌધરી તેમજ જેલર એલ.વી. પરમાર સહિતના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા પણ કરી હતી.