મોરબી : મોરબીના ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આગામી તા. તા. 7 ફેબ્રુઆરીના રોજ વિશ્વકર્મા જયંતિની વિશ્વકર્મા ધામ, ગાંધીનો પ્લોટ, સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ ખાતે ઉજવણી કરવામાં આવશે. જેમાં સુથાર સમાજ દ્વારા પ્રભાત આરતી, સંધ્યા આરતી, શોભાયાત્રા, સમૂહ ભોજન, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, રમત-ગમત ક્ષેત્રના વિજેતાઓ તથા દાતાઓનું સન્માન સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જેનો લાભ લેવા માટે ગુર્જર સુતાર જ્ઞાતિજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.