વિરપર મુકામે નવી સમાજવાડીનું ભૂમિપૂજન, સાંજે શોભાયાત્રામોરબી : આજે મહા સુદ-13 એટલે કે ભગવાન વિશ્વકર્માનો પ્રાગટ્ય દિવસ. આ પાવન દિવસે મોરબીમાં ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.RSSના પશ્ચિમ ક્ષેત્રના સરસંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસિયાએ જણાવ્યું હતું કે, સૃષ્ટિના સર્જનકર્તા ભગવાન વિશ્વકર્માનો આજે પ્રાગટ્ય દિવસ. સૃષ્ટિનું સર્જન થયા પછી સર્જનની ઉપયોગિતા માટે સૃષ્ટિના દરેક સ્થાન અને સમગ્ર વ્યવસ્થાઓ નિર્માણ કરવાનું કામ ભગવાન વિશ્વકર્માને સોંપવામાં આવ્યું હતું. ભગવા વિશ્વકર્માએ સર્વ પ્રાણી માત્ર માટે આ સૃષ્ટિમાં યોગ્ય વ્યવસ્થાઓ નિર્માણ કરી. ભગવાન વિશ્વકર્માના વંશજો આ પ્રાગટ્ય દિવસના અવસરને ઉજવતા હોય છે. એમના વંશજો માના એક એટલે ગુર્જર સુથાર જ્ઞાતિ મોરબી દ્વારા ભગવાન વિશ્વકર્માની જન્મજયંતી ઉજવવામાં આવી છે.ભગવાન વિશ્વકર્મા જયંતી નિમિત્તે ગુર્જર સુથાર જ્ઞાતિ મોરબી દ્વારા વિરપર મુકામે નવી સમાજ વાડીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જ્ઞાતિ સમૂહ ભોજનનું પણ આયોજન કરાયું છે. સાંજે મોરબીમાં ભગવાન વિશ્વકર્માની શોભાયાત્રા નીકળશે. ગુર્જર સુથાર જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવશે અને ઈનામ વિતરણ કરાશે. સાથે જ દર્દીની સેવાના લાભાર્થે આજે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું છે.