આ મહિને 598 બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યામોરબી : વિશ્વ હિન્દુ પરિષદ - માતૃશક્તિ મોરબી દ્વારા ગત તારીખ 9 નવેમ્બર ને રવિવારથી ત્રણ નવા વિસ્તારોમાં બાળ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં (1) નિસર્ગ એપાર્ટમેન્ટ, ઉમિયા પાર્ક, વાવડી રોડ (2) ભક્તિનગર-1, નાની વાવડી રોડ (3) પરિશ્રમ A, ઉમા ટાઉનશિપ, સામાકાંઠે બાળસંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. આ અગાઉ પણ બે સ્થળે એટલે કે (1) ઉમિયા નગર સોસાયટી, રવાપર રોડ (2) ખોડીયાર ડેરી વાળી શેરી,વાવડી રોડ એમ બે બાળસંસ્કાર કેન્દ્ર પણ યથાવત ચાલુ છે. વિશ્વ હિન્દુ પરિષદ - માતૃશક્તિ દ્વારા દર મહીને ગુરૂપુષ્ય નક્ષતમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે ચાર સ્થાનો જેમાં (1) બાલકેશ્વર મહાદેવ મંદિર, રવાપર રોડ (2) ઉમિયા માતાજી મંદિર, ઉમા ટાઉનશિપ, સામાકાંઠે (3) નિલકંઠ મહાદેવ મંદિર, કુબેર નગર (4) સોમેશ્વર મહાદેવ મંદિર ગાયત્રી નગર, વાવડી રોડ ખાતે આ મહિને પણ 598 બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા હતા.