મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની મોરબી જિલ્લા ભારતીય સમાજમાં પ્રેમ અને સુરક્ષાની ભાવના દ્રઢ કરવા માટે અનોખો ઉત્સવ એટલે રક્ષાબંધન પરંપરા મુજબ દુર્ગાવાહિની દીકરીઓ રામ મહેલ સંત, ટ્રાફિક પોલીસ, ગૌ સેવા કેન્દ્ર, મનોવિક્લાંગ ભાઈઓ વિહિપ તથા બજરંગ દળના જવાબદાર ભાઈઓ તેમજ જિલ્લા કલેકટર તથા મોરબી જિલ્લા એસ.પી, તેમજ અલગ અલગ સ્થાન પર ભાઈઓને રક્ષા સૂત્રના તાંતણે બાંધી તેઓના દીર્ઘાયુ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે ભારત માતાની સેવા કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. વિશ્વ હિંદુ પરિષદ માતૃશક્તિ દ્વારા રક્ષા બંધનનાં દિવસે યદુનંદન ગૌશાળાએ રહેતાં પ્રભુજીઓને રાખડીનાં તાંતણે બાંધી એમનાં હૃદયનાં આશીર્વાદ લઈ ઈશ્વરનાં આ સંસારમાં દિવ્યતાનાં દર્શન કરી ઉમળકા ભેર ભાવ વિભોર બન્યા હતાં. સબંધોનો સેતુ જ્યારે અવ્યાપ્ત હોય ત્યારે દરેક જીવની અંદર પરમાત્મા દેખાય એવાં દ્રશ્યો સંવેદના લાગણીથી સહુ ભાવ વિભોર બન્યા એવા દૃશ્યો સર્જાયા હતાં સુખ અને આનંદ તો ક્યાંક પીડા રક્ષાબંધન એટલે એક તાતણો જે નિઃસ્વાર્થ પ્રેમનો પ્રતીક છે અંતરનાં આશીર્વાદના ઉમળકાને વ્યક્ત કરતો તહેવાર ત્યાં જઈ ઉજવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ - માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા માતૃશ્રી બાજીરાજબા આશ્રમનાં વૃદ્ધો સાથે વિધવા મહિલાઓ તથા બાળકોને શ્રાવણ મહિનામાં સોમનાથ દાદાનાં દર્શન, ભાલકા તીર્થ, કાગવડ ખોડલધામ, જલારામ મંદિર તીર્થ યાત્રાનાં દર્શન કરવાનો લાભ લઈ તેમનાં આશીર્વાદ અને એમનાં સાનિધ્યમાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. ભક્તિની શક્તિ સાથે સેવા યજ્ઞમાં દરેક બહેનોનો ખૂબ સહકારથી આ કામ સફળતા પૂર્વક ભગીરથી કાર્ય કર્યું હતું. આ ધર્મયાત્રાનાં મુખ્ય સૌજન્ય પી.ડી. કાંજ્યા ( નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબી) રહ્યાં હતા. આ ધર્મયાત્રામાં બપોરે ભોજન વ્યવસ્થા બાલુભા જાડેજા દ્વારા જૂનાગઢ ભવનાથ તળેટી પાસે શેરનાથ બાપુના આશ્રમ ખાતે કરેલી હતી. રાત્રીનું ભોજન ગોંડલ રામજી મંદિર ખાતે ગોંડલ રામજી મંદિરના મહંત સ્વામી જયરામ દાસ બાપુ તથા ગુરુદેવ હરિચરણ દાસ બાપુ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.