માળીયા (મી) : માળિયા મિયાણા તાલુકાના વીરપરડા ગામે એક ઘરમાં ધડાકાભેર ગેસનો બાટલો ફાટતા ખળભળાટ મચી ગયો છે. જો કે, ઘરના સભ્યોએ સમયસૂચકતા વાપરતા તમામ સભ્યોનો આબાદ બચાવ થયો હતો. જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના વિરપરડા ગામે રહેતા ઠાકરશીભાઈ હીરાભાઈ સાદરીયાના મકાનમાં ગઈકાલે ગેસનો બાટલો ફાટતા નાના એવા ગામમાં ચકચાર જાગી છે. વધુમાં ગેસ એજન્સીમાંથી નવો બાટલો મંગાવ્યા બાદ બાટલો લીકેજ હોવાને કારણે સળગ્યો હતો જેથી સમય સુચકતા વાપરીને પરિવારના સભ્યો ઘરની બહાર દોડી ગયા હતા અને બાદમાં ગેસનો બાટલો ધડાકાભેર ફાટ્યો હતો. ગેસનો બાટલો ફાટતા રસોડામાં અને ઘરમાં મોટું નુકશાન થયું હતું અને ઘરનો સામાન વેરવિખેર થઈ ગયો હતો. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='25206,25205,25204,25203,25202,25201,25200']