મોરબી : રાજકોટ - મોરબી હાઇવે પર આજે વિરપર નજીક કાર પલટી ગઈ હતી. જો કે સદનસીબે જાનહાની થઈ ન હતી. ઘટના અંગે જાણવા મળ્યા મુજબ રાજકોટ - મોરબી હાઇવે પર ટંકારાના વીરપર નજીક આજે જીજે ૩૬ એફ ૪૭૨૩ નંબરની કાર કોઈ કારણોસર પલટી ગઈ હતી જોકે કારમાં સવાર કાર ચાલકનો બચાવ થયો હતો અને કોઈ જાનહાની થઈ ન હતી.