મોરબી: મૂળ લાલપર, હાલ મોરબી નિવાસી અને લાલપર ગામના પૂર્વ સરપંચ, ગૌશાળાના પૂર્વ સંચાલક, વૃક્ષારોપણ અભિયાનના હિમાયતી એવા વીરજીભાઈ લાલજીભાઈ વાંસદડીયા (ઉં.વ. 75), તે મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, નિલેશભાઈ વાંસદડિયાના પિતા, ડો. પ્રતિક્ષા, ઋષિ તથા પાર્થ વાંસદડિયાના દાદાનું તારીખ 10-05-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 13-05-2024 ને સોમવારે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન શ્રી ગુરુ લાભ દે હોલ, લીલાપર-કેનાલ રોડ, મોરબી મુકામે અને રાત્રે 8 થી 9 વાગ્યા દરમિયાન રામજી મંદિર ચોક, મુ. લાલપર મુકામે રાખવામાં આવ્યું છે.