વિરજીભાઈ ચાવડાના પત્ની ભાજપમાંથી કાઉન્સિલરની ચૂંટણી જીત્યા હતામોરબી : થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી શહેર પ્રમુખને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ મોરબી શહેર પ્રમુખ તરીકે વિરજીભાઈ નરશીભાઈ ચાવડાની નિમણૂક કરી છે.આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ તથા હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરીને મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ તથા તમામ ટીમના સર્વાનુમતે મોરબી શહેર પ્રમુખ તરીકે વિરજીભાઈ નરશીભાઈ ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. વિરજીભાઈ દલવાડી સમાજમાંથી આવતા હોય અને દલવાડી સમાજમાં મોટું નામ ધરાવતા પ્રભાવશાળી વ્યકિત છે અને વિરજીભાઈના ધર્મપત્ની વનીતાબેન વિરજીભાઈ ચાવડા ભાજપમાંથી વોર્ડ નં:- 12મા ચૂંટણી જીત્યા હતા. તેમજ ત્યાંના લોકોના પ્રશ્નોના નિવારણ માટે હંમેશા હાજર રહેતા હોય છે. તેમજ મોરબી દલવાડી સમાજમાં સામાજિક કાર્યક્રમો અને સમાજ સેવા સાથે જોડાયેલા છે.