મોરબી : મોરબી જિલ્લામાં એસસીએસટી સેલના ડીવાયએસપી તરીકે વિરલ દલવાડી (પ્રજાપતિ)એ ચાર્જ સંભાળી લીધો છે. તેઓનું પ્રથમ પોસ્ટીંગ જ મોરબી જિલ્લામાં થયું છે. જે બદલ તેઓને ઠેર-ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.વિરલ દલવાડી વર્ષ 2021ની જીપીએસસી બેચના અધિકારી છે. તેઓએ પ્રોબેશન પિરિયડમાં 3 વર્ષ પોરબંદર ફરજ બજાવી હતી. આ પહેલા તેઓ 10 વર્ષ સુધી સોફ્ટવેર એન્જીનીયર તરીકે કાર્યરત હતા. વિરલ દલવાડી મૂળ ચરોતરના વતની છે. તેઓએ મોરબી જિલ્લાના વિધિવત ચાર્જ સંભાળતા પોલીસ બેડા તરફથી તેઓ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.