જલારામ પ્રાર્થના મંદીર તથા વીરદાદા જશરાજ સેના દ્વારા આયોજિત ગૌરક્ષા રેલી, શસ્ત્ર પૂજનના કાર્યક્રમોમા મોટી સંખ્યામાં લોકો ઉમટયા મોરબી : મોરબીમાં આજે વિરદાદા જશરાજ શૌર્યદિન નિમિતે જલારામ પ્રાર્થના મંદીર તથા વીરદાદા જશરાજ સેના દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૌરક્ષા બાઇક રેલી, શસ્ત્ર પૂજન તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લોહાર ગઢના રાણા એટલે લોહરાણા. લોહરાણા સમાજ જે આજે લોહાણા સમાજ તરીકે ઓળખાય છે ત્યારે તે લોહારગઢ ના રાણા વીરદાદા જશરાજ કે જેઓ લગ્ન મંડપ મા લગ્નના ફેરા ફરી રહ્યા હતા ત્યારે ગાય માતા પર આક્રમણ થયાના સમાચાર મળતા જ મિંઢોળબંધા વીરદાદા જશરાજ લગ્ન મંડપ ની માળા તોડી ગૌમાતાની રક્ષા કાજે જંગે ચડ્યા હતા. તેમની સાથે તેમના બહેન હરકૌર પણ જોડાયા હતા. આ યુધ્ધમા હીન્દુ ધર્મ તેમજ ગૌમાતાની રક્ષા કરતા વીરદાદા જશરાજ શહીદ થયા હતા. જે વીરદાદા જશરાજ આજે મંગળવાર ના રોજ શૌર્યદીન નિમિતે મોરબી જલારામ મંદીર તથા વીરદાદા જશરાજ સેના દ્વારા ત્રિવિધ્ કાર્યક્રમો નુ આયોજન કરવા મા આવ્યુ હતુ. જે અંતર્ગત સર્વજ્ઞાતિય ગૌરક્ષકો દ્વારા બપોરે ૪ કલાકે શહેર ના જડેશ્વર મહાદેવ મંદીર થી જલારામ મંદીર સુધી ગૌરક્ષા બાઈક રેલીનુ આયોજન કરવામા આવેલ. સાંજે ૬ કલાકે શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ પ્રાર્થના મંદીર ખાતે શસ્ત્ર પૂજન ત્યાર બાદ સર્વજ્ઞાતિય મહાપ્રસાદના કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ. વીરદાદા જશરાજ સમસ્ત ગૌમાતાની રક્ષા કાજે શહીદ થયા હોય, શહેરના સમસ્ત ગૌપ્રેમી ભાઈઓ- બહેનો બહોળી સંખ્યામા જોડાયા હતા. શિવસેના, બજરંગદળ, વિહીપ, હીન્દુ યુવા સંગઠન, કાલીકા પ્લોટ યુવા સંગઠન સહીતના હીન્દુ સંગઠનો પણ જોડાયા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, રાજુભાઈ ગીરનારી, વિશાલ ગણાત્રા, મોહીત રાચ્છ, નિર્મિત કક્કડ, નરેન્દ્ર રાચ્છ, ચિરાગ રાચ્છ, હસુભાઈ પુજારા, ભાવીન ઘેલાણી, વિવેક મિરાણી, વિપુલ પંડીત, રમણીકલાલ ચંડીભમર, પપ્પુભાઈ ચંડીભમર, પ્રકાશ રાચ્છ સહીતના એ જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en