વાંકાનેર : વાંકાનેરના સિંધાવદર ગામેથી ચાર મહિના પૂર્વે લાપતા બનેલી યુવતી પોતાની જાતે ઘરે પરત આવી ગઈ હોવાનું સામે આવ્યું છે. ગામમાં મજુરી કામ ન મળતું હોવાથી પોતે અન્ય જગ્યાએ સ્વેચ્છાએ ગઈ હોવાનું યુવતીએ નિવેદન પણ આપ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના સિંધાવદર ગામે રહેતા વનીતાબેન નાથાભાઇ રાઠોડ ઉ.વ. ૪૦ ગત તા. ૨૬ સપ્ટેમ્બરથી લાપતા બન્યા હતા. બાદમા તેવો પોતાની જાતે ઘરે પરત ફરતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. યુવતીના જણાવ્યા મુજબ ચોમાસુ નબળું ગયેલ હોય, મજૂરી કામ ન મળતું હોવાથી તેઓ પોતાના ફઇના દીકરા રાજેશ કાનજી સરધારા સાથે તળાજા ગામે મજૂરી કામે ચાલ્યા ગયા હતા. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en