રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાન દ્વારા નિમણૂક કરાઈમોરબી: મોરબીના જાણીતા જ્યોતિષકાર, પ્રખર વાસ્તુશાસ્ત્ર નિષ્ણાત અને સનાતન ધર્મ સંસ્કૃતિનો પ્રસાર કરનારા શાસ્ત્રી વિપુલભાઈ પ્રમોદરાય શુક્લાની રાષ્ટ્રીય સ્તરે એક અત્યંત મહત્વપૂર્ણ પદ પર નિમણૂ્ક કરવામાં આવી છે. ભારતની અગ્રણી જ્યોતિષ સંસ્થા 'Rashtriya Jyotish Evam Rudraksh Anusandhan Sansthan' (RJRAS) દ્વારા તેમને મોટી જવાબદારી સોંપાઈ છે.રાજકોટ ડિવિઝનના ચેરમેન તરીકે સોંપાઈ મહત્વની જવાબદારીસંસ્થાના અધિકૃત પદાધિકારીઓ દ્વારા વિપુલભાઈ પ્રમોદરાય શુક્લાની યોગ્યતા અને આધ્યાત્મિક સેવાઓને ધ્યાને રાખીને તેમની ' ડિવિઝનલ ચેરમેન- રાજકોટ ડિવિઝન, ગુજરાત' તરીકે પસંદગી કરવામાં આવી છે. સંસ્થા દ્વારા તેમને આ પદ માટેનું સત્તાવાર ડેઝીગ્નેશન સર્ટિફિકેટ એનાયત કરીને આ જાહેરાત કરવામાં આવી છે.સંસ્થા અને જ્યોતિષ ક્ષેત્રના ઉત્થાન માટે કરશે કાર્યઆ માનદ પદવી સાથે તેમને સંસ્થાના નિયમો અને માર્ગદર્શિકા અનુસાર જ્યોતિષ વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર, સામાજિક કલ્યાણ અને સંસ્થાના હિતમાં સકારાત્મક યોગદાન આપવા માટેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. મોરબીના વતની એવા વિપુલભાઈ શુક્લાની રાષ્ટ્રીય સ્તરની સંસ્થામાં ઉચ્ચ પદ પર વરણી થતાં સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધ્યું છે. આ ગૌરવપૂર્ણ ઉપલબ્ધિ બદલ મોરબીના ધર્મપ્રેમી નાગરિકો, મિત્રો અને શુભચિંતકો દ્વારા તેમને ખૂબ ખૂબ અભિવાદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.#Morbi #Astrologer #VipulShukla #RJRAS #RajkotDivision #DivisionalChairman #VastuShastra #ProudOfMorbi #MorbiUpdate