મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર સ્પાની આડમાં ધમધમતું કૂટણખાનું ઝડપાયાને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ શનાળા રોડ ઉપર મહેશ હોટલની બાજુમાં આવેલ ક્રિષડી સ્પા તેમજ ક્રાઉન વેલાઇસ સ્પામા દરોડો પાડતા સ્પા સંચાલકો દ્વારા સ્પામા કામ કરતા સ્ટાફની માહિતી પોલીસને આપી ન હોવાનું સામે આવતા ઉત્તરાખંડના વતની અને હાલમાં મોરબી રહેતા ક્રિષડી સ્પાના સંચાલક અજય ધીરુલાલ ટમટા તેમજ ક્રાઉન વેલાઇસ સ્પાના સંચાલક તૌફિક રહીમભાઈ મલેક રહે.બોરીચવાસ મોરબી વાળા વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.