90 ટકાથી વધુ મેળવનાર 19 વિદ્યાર્થીઓ, 90થી વધુ PR મેળવનાર 40 વિદ્યાર્થીઓ : શાળાનું 98.27 ટકા તથા હોસ્ટેલનું 100 ટકા પરિણામમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની વિનય સ્કૂલે આ વર્ષે પણ ધો.10 બોર્ડમાં પરિણામમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. અહીં અભ્યાસ કરતા બાળકોએ શાળાના શિક્ષકોના સાથ સહકાર અને પોતાની મહેનતથી શ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યું છે.મોરબીના પીપળીયા ચાર રસ્તા ઉપર વિનય સ્કૂલ કાર્યરત છે. ધોરણ 12 સાયન્સ અને કોમર્સના પરિણામની ભવ્ય સફળતા બાદ ધોરણ 10ના પરિણામમાં પણ આ શાળાએ ડંકો વગાડ્યો છે. શાળામાં અભ્યાસ કરતા પ્રીત નિલેશભાઈ દરજીએ 99.93 PR સાથે તાલુકામાં પ્રથમ અને ગુજરાત બોર્ડમાં સાતમું સ્થાન મેળવ્યું છે. આ છાત્રએ ગણિતમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે.શાળામાં 12 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 30 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. 90 ટકાથી વધુ મેળવનાર 19 વિદ્યાર્થીઓ છે જ્યારે 90થી વધુ PR મેળવનાર 40 વિદ્યાર્થીઓ છે. વિનય સ્કૂલનું પરિણામ 98.27% છે. વિનય હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા 300 દીકરા દીકરીઓનું પરિણામ 100% છે. વિનય સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર વિપુલભાઈ સરડવા, કિરીટભાઈ, મહેશભાઈ, અશોકભાઈ અને વિનય ગર્લ્સ એન્ડ બોયઝ હોસ્ટેલના સંચાલક હરેશભાઈ, સુરેશભાઈ, કૌશિકભાઈએ વિદ્યાર્થીઓને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.વિનય સ્કૂલપીપળીયા ચાર રસ્તા,મોરબીમો.નં.8469144400