મોરબી : વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આગામી તારીખ 22-23-24 ડિસેમ્બર આમ ત્રીદિવસય એક્સપ્લોરા એક્સિબિશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રે પારંગત થાય એ માટે અહીંયા અલગ અલગ 15 વિભાગોમાં એક્ઝિબિશન છે. બપોરે 2:00 થી સાંજે 5:30 સુધી લોકો માટે એક્ઝિબિશન ખુલ્લું રહેશે. વિવિધ વિભાગમાં વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, વ્યાપાર, ખાણીપીણી, કલા, સુરક્ષા, બાળવિભાગ, રમતગમત જેવા અનેક પ્રકારના વિભાગ છે. વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ એક્ઝિબિશનની મુલાકાત લઇ અને દશાબ્દિ મહોત્સવનો ભાગ બનવા લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.