બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓ ઝળક્યામોરબી : રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ખેલમહાકુંભની જિલ્લા કક્ષાની રમત-ગમત સ્પર્ધામાં મોરબીની વિનય ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો જોવા મળ્યો છે. બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ નંબર મેળીને શાળા પરિવારનું નામ રોશન કર્યું છે.તારીખ 22 થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી બેડમિન્ટન સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોની અંડર- 11, અંડર-14 અને અંડર-17ની અલગ અલગ સ્પર્ધામાં વિનય ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ વિજેતા બની હતી. જેમાં પ્રથમ સ્થાને 6, બીજા સ્થાને 2, ત્રીજા સ્થાને 1, ચોથા સ્થાને 2 અને પાંચમાં સ્થાને 1 એમ કુલ 12 વિદ્યાર્થીઓએ વિજેતા થયા હતા.તારીખ 18 અને 19ના રોજ યોજાયેલી જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં પણ ભાઈઓ અને બહેનોની અંડર- 11, અંડર-14 અને અંડર-17ની અલગ અલગ સ્પર્ધામાં વિનય ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ વિજેતા બન્યા છે. જેમાં પ્રથમ સ્થાને 7, બીજા સ્થાને 3, ત્રીજા સ્થાને 1 અને ચોથા સ્થાને 3 એમ કુલ 14 વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે.તારીખ 30 અને 31 જાન્યુઆરીના રોજ યોજાયેલી જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં પણ ભાઈઓ અને બહેનોની અંડર- 11, અંડર-14 અને અંડર-17ની અલગ અલગ સ્પર્ધામાં વિનય ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ વિજેતા બન્યા છે. જેમાં પ્રથમ સ્થાને 13, બીજા સ્થાને 9 અને ત્રીજા સ્થાને 5 એમ કુલ 27 વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે. આ તમામ વિજેતા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સિદ્ધિ બદલ વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ, શિક્ષકગણ તેમજ સંપૂર્ણ શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે.