મોરબી : ગત તારીખ 6 ઓગસ્ટના રોજ SGFI દ્વારા મોરબી જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા મોરબીની એલિટ સ્કૂલ ખાતે યોજાઈ હતી. આ યોગ સ્પર્ધામાં મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે.જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ શ્રેણીમાં મહત્તમ સ્થાન મેળવ્યું હતું. અંડર-14 બહેનોની સ્પર્ધામાં ધ્યાના ડઢાણીયાએ પાંચમો નંબર, અંડર-14 ભાઈઓમાં વીર અઘારાએ ત્રીજો નંબર, તથા અંડર-17 ભાઈઓમાં કાવ્ય પટેલે બીજો નંબર, સૌમ્ય મેંદપરાએ ત્રીજો નંબર અને સૌમ્ય ઓડીયાએ પાંચમો નંબર મેળવી તમામ વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સ્થાન મેળવ્યું છે. આવનારા સમયમાં રાજ્ય કક્ષાએ રમવા જવા માટેની તૈયારી પણ વિદ્યાર્થીઓએ શરૂ કરી દીધી છે. વિદ્યાર્થીઓએ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, માતા-પિતા તથા મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ, શિક્ષક ગણ તેમજ સંપૂર્ણ શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી રહી છે.