વિદ્યાર્થીઓએ 15 ગોલ્ડ, 6 સિલ્વર અને 9 બ્રોન્ઝ એમ કુલ 30 મેડલ મેળવ્યામોરબી : તા. 2-9-2025ના રોજ મોરબી ખાતે યોજાયેલ S.G.F.I.ની જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ કુલ 30 મેડલ મેળવ્યા હતા. વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ સમગ્ર જિલ્લામાં સૌથી વધારે મેડલ સ્કેટિંગ સ્પર્ધામાં મેળવી આવેલ દરેક સ્પર્ધકને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જેમાં 15 ગોલ્ડ, 6 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ આવા અભૂતપૂર્વ પ્રદર્શન કરી રાજ્ય કક્ષાએ સ્થાન મેળવેલ છે. તથા આવનારા સમયમાં રાજય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ રમવા માટેની તૈયારી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ શાળા વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, માતા-પિતા તથા મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તે બદલ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજમેન્ટ, પ્રિન્સીપાલ, સર્વે શિક્ષિકગણ તેમજ સંપૂર્ણ શાળા પરીવાર તરફથી બધાજ વિદ્યાથીઓને શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા છે.