15મી નાણાંપાંચની ગ્રાન્ટમાંથી મોરબી જિલ્લા પંચાયત દ્વારા 10 ગામોમાં સફાઈનો પ્રશ્ન હલ કરવા ટ્રેકટર ટ્રોલી અપાયા મોરબી : મોરબી જિલ્લાના 10 ગામોમાં સફાઈ પ્રશ્ન ગંભીર રહેતો હોય યોગ્ય રીતે ગામોમાં કચરા કલેક્શન થાય તે માટે આજે 10 ગ્રામ પંચાયતને ટ્રેકટર ટ્રોલીનું લોકપર્ણ કરવામાં આવ્યું છે. 15મી નાણાંપાંચની ગ્રાન્ટમાંથી મોરબી જિલ્લા પંચાયત દ્વારા 10 ગામોમાં સફાઈનો પ્રશ્ન હલ કરવા ટ્રેકટર ટ્રોલી અપાયા છે આથી હવે 10 ગામોમાં સફાઈની પ્રશ્ન હલ થશે એવો આશાવાદ વ્યક્ત કરાયો છે. મોરબી જિલ્લા પંચાયત દ્વારા 15માં નાણાપંચની જિલ્લા કક્ષાની 10% ગ્રાન્ટમાંથી વર્ષ 2023મા મોરબી જિલ્લાના માળિયા (મી) તાલુકાની જુના ઘાટીલા, તરધરી, કુંતાસી , ગ્રામ પંચાયત, હળવદ તાલુકાની રણમલપુર, છતર, માનગઢ ગ્રામ પંચાયત, વાંકાનેર તાલુકાની ચંદ્રપુર, સિંધાવદર, ભાયાતી જાંબુડીયા, ગ્રામ પંચાયત અને મોરબી તાલુકાની ધુનડા ગ્રામ પંચાયત આમ કુલ 10 ગ્રામ પંચાયતોમાં ધન કચરાનુ ડોર ટુ ડોર કલેક્શન કરી નિકાલ કરવા માટે ટ્રેક્ટર ટ્રોલી લેવામાં આવી છે. આથી આજે મોરબી જિલ્લા પંચાયત દ્વારા 10 ગ્રામ પંચાયતને ટ્રેક્ટર ટ્રોલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ લોકપર્ણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, ડીડીઓ ડી.ડી. જાડેજા, કારોબારી ચેરમેન જ્યંતીભાઈ પડસુંબિયા સહિતના અધિકારી, પદાધિકારીઓ હાજર રહ્યા હતા.