હળવદના નાના એવા કડીયાણા ગામમાં ઉત્સવનો માહોલ છવાયો હળવદ : હળવદના નાના એવા કડીયાણા ગામનો યુવાન અગ્નિવીર આર્મીમાં પસંદગી પામ્યા બાદ તાલીમ પૂર્ણ કરી સોમવારે આ યુવાન માદરે વતન પરત આવતા ગ્રામજનોએ વાજતે-ગાજતે સ્વાગત કરી યુવાનને ફૂલડે વધાવ્યો હતો અને ગામમાં ઉત્સવ જેવો માહોલ છવાયો હતો. હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા ભરવાડ હિતેશભાઈ વેલાભાઈ નામના યુવાને બચપણથી જ દેશ સેવાનું સ્વપ્ન જોયું હતું.જેથી તેણે તનતોડ મહેનત કરી હતી.જે બાદ હિતેશભાઈ અગ્નિવીર આર્મીમાં પસંદગી પામ્યા હતા અને અગ્નિવિર તરીકે જોડાઈ છ માસની તાલીમ પૂર્ણ કરી યુવાન પ્રથમ વખત માદરે વતન પરત આવતા કડીયાણા ગામમાં ઉત્સવનો માહોલ છવાયો હતો અને ગામલોકોએ વાજતે -ગાજતે હિતેશભાઈનું સ્વાગત કરી ફૂલડે વધાવી ગામના ગૌરવને દીપાવ્યું હતું.