મોરબી : ભરતનગર પ્રાથમિક શાળામાં તાજેતરમાં અવિસ્મરણીય સાંસ્કૃતિક કાર્યક્રમ 'ટહુકાર - 2024'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ ઉત્સાહભેર રજૂ કરેલ અવનવી પ્રસ્તુતિથી ત્યાં હાજર સૌ કૌઈ મંત્રમુગ્ધ થયા હતા અને કાર્યક્રમને દર્શકગણ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. ગ્રામજનોએ રૂપિયા 3,75,000 જેવી માતબર રકમનું દાન આપ્યું હતું.'અમીર તો ઘણાં છે જગતમાં પણ અમીરાતની અહી ક્યાં કમી છે' ઉક્તિને યથાર્થ ઠેરવતા ગ્રામજનોએ તન, મન, ધનથી શાળા તેમજ બાળકોને અભૂતપૂર્વ સહયોગ પૂરો પાડ્યો હતો. શાળાને અને બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે 3,75,000 રુપિયાની માતબર રકમનું દાન આપવામાં આવ્યું હતો. જેનો યથાર્થ ઉપયોગ શાળાના શિક્ષણકાર્યમાં કરવામાં આવશે. આ તકે શાળાના આચાર્ય રજનીશ દલસાણીયાએ સમગ્ર શાળા પરિવાર વતી ગામનાં સરપંચ, ઉપસરપંચ, આગેવાનો, એસ.એમ.સીનાં સભ્યો, વાલીગણ તેમજ ઉપસ્થિત દર્શકગણનો હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.