ગામોદા તળાવ પાસે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીનો ગ્રામજનોએ પર્દાફાશ કર્યો, 2 કલાક પછી જાણ કર્યા બાદ પોલીસ આવી હતી : ગ્રામજનોહળવદ : હળવદ તાલુકાના ખોડ ગામે ગઈકાલે ગ્રામજનો દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ પર મોટી જનતા રેડ કરવામાં આવી હતી. ગ્રામજનોએ એકસાથે મળીને હિંમત દાખવીને ગામના તળાવ કાંઠે ધમધમતી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી અને મોટા પ્રમાણમાં રહેલા મુદ્દામાલનો જાતે જ નાશ કર્યો હતો.1500 લીટર આથો અને દારૂનો જથ્થો મળ્યોગામના અગ્રણીઓ હસુભાઈ સહિતનાએ આપેલી માહિતી મુજબ, ગામોદા નામના તળાવની પાળ પર કેટલાક બહારના શખ્સો દ્વારા દેશી દારૂ બનાવવાનું મોટું કારખાનું ચલાવવામાં આવતું હતું. શરૂઆતમાં 5 જેટલા યુવાનોને આ અંગે જાણ થતાં સમગ્ર ગામને એકઠું કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ ઘટનાસ્થળે પહોંચીને 1500 થી 1550 લીટર જેટલો ગરમ અને ઠંડો આથો, દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લોકોએ જાતે જ બેરલ અને વાલ ખોલીને આ તમામ જથ્થાનો નાશ કર્યો હતો.પોલીસની કામગીરી અને FIR પર ગ્રામજનોના સવાલઆ ઘટનામાં પોલીસની ભૂમિકા સામે પણ પ્રશ્નો ઉભા થયા છે. ગ્રામજનોનો સ્પષ્ટ આક્ષેપ છે કે લોકોએ જનતા રેડ કરી તેના 2 કલાક બાદ પોલીસને જાણ કરવામાં આવી ત્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ, પોલીસે દાખલ કરેલી ફરિયાદમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે પોલીસ પેટ્રોલિંગમાં હતી અને તેઓએ રેડ કરીને 106000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પોલીસે આવતા પહેલા જ લોકોએ દારૂની ભઠ્ઠીઓ ખાલી કરી નાખી હતી. વધુમાં, અજીતગઢ ગામની સીમમાં પણ મહિલા સરપંચના પતિની વાડીએ પોલીસે રેડ કરી હોવાની વિગતો સામે આવી છે.અભયારણ્ય વિસ્તારમાં ફાયરિંગના અવાજથી ભયનો માહોલગ્રામજનોએ સ્પષ્ટતા કરી છે કે ખોડ ગામમાં દેશી દારૂના ધંધાર્થીઓ સાથે ગામનો કોઈ વ્યક્તિ સંડોવાયેલ નથી. 10 થી 15 કિલોમીટર દૂરથી લોકો અહીં આવીને ભઠ્ઠીઓ ચલાવે છે કારણ કે આ વિસ્તારમાં 150 થી 200 જેટલા નાના-મોટા તળાવો આવેલા છે. આ વિસ્તાર ઘુડખર અભયારણ્યની નજીક હોવાથી રાત્રિના સમયે ફાયરિંગના અવાજ પણ આવે છે. આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી પશુપાલકો, મહિલાઓ અને વન્યજીવો (ઘુડખર) ને મોટો ખતરો ઉભો થયો છે. ગ્રામજનોએ કડક ચીમકી આપી છે કે જો પોલીસ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં તેઓ જિલ્લા કક્ષાએ અને આઈજી સુધી રજૂઆત કરશે અને જરૂર પડ્યે ફરીથી જનતા રેડ પણ કરશે.#MorbiUpdate #Halvad #KhodVillage #JantaRaid #DesiDaru #GujaratPolice #LocalNews