માળીયા મોરબી અને આમરણ ચોવીસીના ત્રિભેટે નિર્માણ થનાર આરોગ્ય કેન્દ્ર પ્રજા માટે આશીર્વાદ રૂપ બનશે મોરબી : મોરબી માળિયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રીના સઘન પ્રયાસોથી પીપળીયા ચાર રસ્તે રૂપિયા 3.5 કરોડના ખર્ચે સામુહિક કેન્દ્ર મંજુર થતા આજે કુંતાસી ગામ સમસ્ત દ્વારા રાજયમંત્રીનો આભાર વ્યક્ત કરી માળીયા મોરબી અને આમરણ ચોવીસીના ત્રિભેટે નિર્માણ થનાર સામુહિક આરોગ્ય કેન્દ્ર પ્રજા માટે આશીર્વાદ રૂપ બની રહેનાર હોવાની આશા વ્યક્ત કરી હતી. મોરબી જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ લોકભોગ્ય બનાવવા મોરબી માળિયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે સતત સંપર્કમાં રહી સઘન પ્રયાસોથી પીપળીયા ચાર રસ્તા નજીક ચાચાવદરડા ગામના સર્વે નંબરમાં રૂપિયા 3.5 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા સતાવાર જાહેરાત કરતા કુંતાસી ગામના અગ્રણી અમરશીભાઈ ભાડજા, અગ્રણી ઉદ્યોગપતિ અને કુંતાસી ગામના વતની વિનોદભાઈ ભાડજા સહિત ગામ સમસ્ત દ્વારા આરોગ્ય સુવિધા વધારવા બદલ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરી આ નવા સામુહિક આરોગ્ય કેન્દ્રથી મોરબી, માળીયા અને આમરણ ચોવીસી વિસ્તારના જન આરોગ્ય અને સુખકારીમાં વધારો થવાની આશા વ્યક્ત કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276