મોરબી : મોરબી તાલુકાના બિલિયા ગામે કલેકટરની રાત્રી સભા યોજાઈ હતી. આ તકે કલેકટ જે. બી. પટેલની ઉપસ્થિતિમાં મોરબી આરોગ્ય શાખાના વડા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા દ્વારા ઉપસ્થિત ગામ લોકોને ડેન્ગ્યુ અંગે વિગતવાર માહિતગાર કરવામાં આવેલ. ડો.કતિરા દ્વારા ડેન્ગ્યુ થવાના કારણો, ડેન્ગ્યુના લક્ષણો, તેમજ ડેન્ગ્યુ થી બચવાના ઉપાયો અને સાવચેતી અને તકેદારીના પગલાં વિષે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. અને લોકોને ચોખ્ખા પાણી ભરેલા પાત્રોને રોજ ઘસીને સાફ કરવા, બિન જરૂરી અને નકામા પાત્રોનો નીકાલ કરી ડેન્ગ્યુ મચ્છરના ઇંડા તેમજ પોરાનો નિકાલ કરવાની સમજણ આપી હતી. વધુમા કલેકટજે. બી. પટેલ દ્વારા પણ લોકોને ડેન્ગ્યુથી બચવા માટે તકેદારી રાખવા, નકામા પાત્રોનો નિકાલ કરી ડેન્ગ્યુના નવા મચ્છર બનતા જ અટકાવી ડેન્ગ્યુને જડમુળમાથી નાબૂદ કરવાના કામમા મોરબી જિલ્લા તંત્ર સાથે સહભાગી થઈ મોરબીને ડેન્ગ્યુ મુક્ત કરવા માટે લોકોને જાહેર અપીલ કરવામાં આવી હતી..