છેલ્લા બે દિવસથી ગ્રામજનો ઓવરલોડ અને પુરઝડપે દોડતા ડમ્પરોને અટકાવી સમજાવી રહ્યા છેમોરબી : જુના દેવળીયા ગામેથી ઓવરલોડ અને પુરઝડપે દોડતા ડમ્પરોથી ત્રસ્ત થઈને ગ્રામજનોએ મોરચો માંડી જાતે જ આ ટ્રકોને અટકાવવાનું શરૂ કર્યું છે. આજે પણ રાતવાસો કરી ગ્રામજનો આ સમસ્યાનું સમાધાન લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. જુના દેવળીયા ગામના હાર્દિક અઘારાના જણાવ્યા મુજબ ત્યાં રોડ ઉપરથી દરરોજ ઓવરલોડ ડમ્પરો બેફામ નીકળી રહ્યા હોય, ઘરોમાં ધૂળની ડમરીઓ ઉડીને આવે છે. આ ઉપરાંત અકસ્માતનો પણ ભય સતાવે છે. જેને પગલે ગ્રામજનોએ મળીને ગઈકાલથી અભિયાન શરૂ કર્યું છે. ગઈકાલે રાત્રે 8થી રાત્રે 2 વાગ્યા સુધી ગ્રામજનોએ અહીંથી નીકળતા ડમ્પરોને અટકાવવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત આજે સવારથી રાત્રી સુધી પણ મોટી સંખ્યામાં ગ્રામજનો ડમ્પરોને અટકાવી તેઓને સમજાવવાના પ્રયાસો કરી રહ્યા છે.