જિલ્લા પંચાયતના સદસ્ય, ગ્રામ પંચાયત અને ઉમિયા ગ્રામ સેવા ટ્રસ્ટે જિલ્લા કલેકટરને અભિનંદન પાઠવ્યામોરબી : આગામી તા.26 જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લા કક્ષાનો પ્રજાસતાક પર્વ માળીયા તાલુકાના ખાખરેચી ગામે ઉજવવાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવતા મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય, ગ્રામ પંચાયતના હોદેદારો અને ઉમિયા ગ્રામ સેવા ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેકટરને અભિનંદન પાઠવ્યા હતા.આગામી પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી માળિયા તાલુકાના ખાખરેચી ગામમાં ખાતે કરવાનું નક્કી કરવામાં આવતા ખાખરેચી ગ્રામ પંચાયત તથા ખાખરેચી ગામ વતી અને ઉમિયા ગ્રામ સેવા ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેકટરને અભિનંદન પાઠવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી સાથે જ આ મહાન પર્વમાં તન મન ધનથી ખાખરેચી ગ્રામ પંચાયત ખાખરેચી ગ્રામજનો અને શ્રી ઉમિયા ગ્રામ સેવા ટ્રસ્ટ સાથે હોવાનું જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પારજીયાએ જણાવ્યું હતું.