સોશિયલ મીડિયાના ફેમસ કલાકારો મેળામાં ઉપસ્થિત રહી લોકોને મનોરંજન પૂરું પાડશેમોરબી : સમગ્ર મોરબીવાસીઓ એકદમ સુરક્ષિત વાતાવરણમાં પરિવાર સાથે આનંદથી જન્માષ્ટમીનો મેળો માણી શકે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ક્રિષ્ના ઉસત્વ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ જનમેદની ઉમટી પડે છે. ત્યારે લોકોને મનોરંજન આપવા માટે આવતીકાલે રવિવારે સોશિયલ મીડિયાના ફેમસ કલાકારો વિજુડી અને રાજ્યો ઉપસ્થિત રહેશે.મોરબીમાં સામાજિક સ્તરેથી વિવિધ કાર્યક્રમો થકી અવિરતપણે દેશભાવનાને ઉજાગર રાખવાનો સક્રિય પ્રયાસ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરીજનો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો જન્માષ્ટમી નિમિતે એકદમ સુરક્ષિત વાતાવરણમાં અને નિઃશુલ્ક પ્રવેશ સાથે મેળાનો ભરપૂર આનંદ ઉઠાવી શકે તે માટે શહેરના કંડલા બાયપાસ પાસે કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ વિશાળ મેદાનમાં ક્રિષ્ના ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં દરરોજ મોરબીવાસીઓ તેમજ આસપાસની જનતા મોટી સંખ્યામાં ઉમટી મેળાની મનભરીને મજા માણી રહી છે.યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી મેળામાં સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો યોજાતા હતા. ત્યારે હવે લોકોને મનોરંજન પુરૂ પાડવા વિશેષ આયોજન કરાયું છે. સોશિયલ મીડિયામાં અવનવા રમુજી વીડિયો સાથે ધૂમ મચાવતા વિજુડી અને રાજ્યો આ બે કલાકારો આવતીકાલે રવિવારે સાંજે 7:30 વાગ્યે ક્રિષ્ના ઉત્સવ મેળામાં હાજર રહી પોતાના આગવા અંદાજમાં લોકોને મનોરંજન પૂરું પાડશે.