ટંકારા : આજે વિજ્યાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસવક સંઘ શતાબ્દી વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે ટંકારા તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આજે તારીખ 2 ઓક્ટોબર ને ગુરુવારના રોજ સાંજે વિજ્યાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આજે સાંજે 40-30 કલાકે ટંકારાના લક્ષ્મીનારાયણ ગરબી ચોક ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ- ટંકારા તાલુકા દ્વારા વિજ્યાદશમી ઉત્સવ ઉજવાશે. જેમાં વક્તા તરીકે રાજકોટ વિભાગ શારીરિક પ્રમુખ મોહનભાઈ સોનાગ્રા ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીક ટંકારા આર્ય સમાજના મંત્રી દેવજીભાઈ પડસુંબીયા હાજરી આપશે. તો આ કાર્યક્રમમાં પધારવા સૌને હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.