વાંકાનર : આજ રોજ ઠેર ઠેર વિજ્યાદશમીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેરના રાજવી પરિવાર દ્વારા પણ રણજિત વિલાસ પેલેસ ખાત વિજ્યાદશમીની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. યુવરાજ સાહેબ સરતાનજયસિંહના જન્મ પછીની આ પ્રથમ વિજ્યાદશમી પૂજા હોય ખાસ રીતેે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજવી અનેે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા શસ્ત્ર પૂજન કરાયું હતું.