શનાળા રોડ પર કારની સાઇડ આપવા બાબતે થયેલ હત્યાના કેસમાં કડક કાનૂની કાર્યવાહી માટે ગૃહ વિભાગનો નિર્ણયમોરબી: મોરબીના શનાળા રોડ પર અંદાજે છ મહિના પૂર્વે સાઇડ આપવા બાબતે થયેલી બોલાચાલી બાદ સોની યુવાનની છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી મર્ડર કેસમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્ટમાં કેસની સ્થિતિ મજબૂત થાય અને આરોપીઓને કડક સજા મળે તે હેતુથી મોરબીના સરકારી વકીલ વિજય સી. જાનીની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.શુ હતો બનાવ ?પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક જતીનભાઈ રસિકલાલ આડેસરા ( ઉ.વ.36) પોતાની કાર નંબર જીજે 36 એ એફ 4464 લઈને રાજકોટથી પરત મોરબી આવી રહ્યા હતા. તેમની સાથે બહેન ચેતનાબેન, માસાજી સસરા કિશોરભાઈ અને તેમના પત્ની દીનાબેન પણ હતા. રાત્રે લગભગ 10:30 વાગ્યાના અરસામાં શનાળા રોડ પર રંગોલી આઈસ્ક્રીમ પાસેથી પસાર થતી વખતે એક્સેસ સ્કૂટર પર આવેલા બે શખ્સો સાથે વાહન ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા, આરોપીઓ પૈકીના એક શખ્સે છરી વડે જતીનભાઈને છાતી, પડખા અને બેઠકના ભાગે 3 ઘા ઝીંકી દીધા હતા. હુમલા બાદ બંને શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા જતીનભાઈએ તાત્કાલિક તેમના ભાઈ મૌલિક આડેસરાને ફોન કરીને જાણ કરી હતી. તેમને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના મોટાભાઈ મૌલિક રસિકલાલ આડેસરા (ઉ.વ.41), જે ભક્તિનગર-2, સત્યમ પાન વાળી શેરી, સનાળા રોડ પર રહે છે, તેમણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. #Morbi #MorbiUpdate #MorbiCrime #MurderCase #GujaratGovernment #HomeDepartment #LegalNews #VijayJani #SpecialPublicProsecutor #MorbiNews #CrimeNews