મોરબી : ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ નિમીતે વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગદળ દ્વારા મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના મંદિરો અને આશ્રમમા જઈ સાધુસંતોના પુજન કરી આશીર્વાદનો લાભ લેવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય નરસંગ મંદિર, સંસ્કાર ધામ સ્વામીનારાયણ મંદિર , Baps સ્વામી નારાયણ મંદિર, રામધન આશ્રમ , કલ્યાણદાસજી બાપુના આશ્રમ , કબીર આશ્રમ , જલારામ મંદિર, તપોવનભારતી આશ્રમ ટોળ ખાતે, ઉમિયા આશ્રમ જેવા લગભગ ૩૦ દેવસ્થાનના સાધુ સંતોના આશીર્વાદ અને પુજનનો લાભ લીધો હતો.