મોરબીઃ મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મોરબીના જેતપર ગામમાં ભવ્યાતિભવ્ય ત્રિશુલ દિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિશુલ દિક્ષા કાર્યક્રમમાં જેતર ગામના સર્વે ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આગામી દિવસોમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં વધુને વધુ કાર્ય કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવશે. આ ત્રિશુલ દિક્ષા કાર્યક્રમમાં મોરબી જિલ્લા, શહેર અને ગ્રામ્યના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.