હળવદ : હળવદ તાલુકાના મંગળપુર ગામના આંગણે આગામી તારીખ 25 મે ને રવિવારના રોજ શ્રી વિડવાળા મેલડી માતાજીનો માંડવો તથા પાંચમા પાટોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. લક્ષ્મણભાઈ રામાભાઈ રબારી, રાજેશભાઈ ધીરાભાઈ નગવાડીયા, દિપકભાઈ કેશાભાઈ છાપરા, મેલડી મંડળ તથા મંગળપુર ગામ સમસ્ત દ્વારા આ માંડવો અને પાટોત્સવ યોજાશે.જેમાં 25 મેના રોજ સવારે શુભ ચોઘડિયે માંડવો રોપવામાં આવશે. ત્યારબાદ સવારે 8 કલાકે માતાજીનો હવન શરૂ થશે. બપોરે 11 કલાકે શ્રીફળ હોમ, 11-30 કલાકે માતાજીનો પ્રસાદ, રાત્રે 9 કલાકે ડાકલાની રમઝટ અને 26 મેના રોજ સવારે શુભ ચોઘડિયે માંડવો વધાવવામાં આવશે. ડાક ડમરુના કાર્યક્રમમાં હિતેશભાઈ રાવળદેવ (દાણાવાળા), મુકેશભાઈ રાવળદેવ (સાયલાવાળા), બેન્જો માસ્ટર સાજનભાઈ અને પેડમાસ્ટર લાલાભાઈ માતાજીની આરાધના કરશે.